વાત મજાની
લે કહું છું હું તને એક વાત નાની,
તું ય સાંભળજે ખરેખર છે મજાની.
ફુલ સાથે કંટકો ને રાખવાની,
ના કહી દે છે સરાસર ફુલદાની.
હાથ માં લાગે, નથી એ હાથ તારા,
આ લપસણી દોર તારા આયખાની.
હું હવે એકાન્તના તળિયે જઇ ને,
સાંભળું છું વાત ક્ષણનાં છીપલાં ની.
યાદ એની રહી જશે આદત બનીને,
ક્યાં જરુરત છે પછી ઘર વાસવાની.
ને તમે કહો છો હું કોશીશ કરું છું,
વાત બાકી આ નથી મારા ગજાની.
જખ્મ ને પંપાળતા પંપાળતા લે,
સાવ "આનંદ" માં વીતી ગઇ જીંદગાની.
-અશોક જાની- "આનંદ" આસોપાલવ
Sunday, December 14, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
શ્રી અશોકભાઇ,
'વાત મજાની' ને માણી.... ખરેખર મજાની છે....
નવી પોષ્ટની લીંક આપતા રહેશો તો "આનંદ" ની સાથે જીંદગીનો આનંદ માણવાની મઝા આવશે....
http://govindmaru.wordpress.com/
very nice..sache maja ni vaat che..
Post a Comment