Wednesday, December 17, 2008

સમજી જજે

સમજી જજે

વાત સીધી સાવ છે, સમજી જજે,
વ્યકત સાચા ભાવ છે સમજી જજે.

જે મથે તું તારવા ભવ સાગરે,
છેદવાળી નાવ છે સમજી જજે.

થઇ ને કાજી ન્યાય તું કરજે પછી,
જાત સામે રાવ છે સમજી જજે.

નિત નવી બાજી હવે તું ખેલ ના,
એજ જુના દાવ છે સમજી જજે.

સજ્જ્ન અહીં દંડાય છે કારણ વિના,
દુષ્ટને શરપાવ છે સમજી જજે.

એમ ના સહેલાઇથી તું વહી શકે,
ઠેર ઠેર અટકાવ છે સમજી જજે.

વર્ષો સુધી દુઝતા રહે 'આનંદ' જો
પીઠ પરના ધાવ છે, સમજી જજે.

-અશો જાની -"આનંદ"

2 comments:

Nilesh said...

nice one...

Anonymous said...

'અશોક જાની - "આનંદ" -આસોપાલવ '
અને આજના કવિ -
"અશો જાની -"આનંદ"
આ બન્ને અલગ કવિઓ છે કે કંઈ છાપભૂલ થઈ છે?