હત્ તેરી કી !!
જીવવા ખાતર જીવતર જીવ્યો ! હત્ તેરી કી !!
સાવ આટલું બદતર જીવ્યો ! હત્ તેરી કી !!
જીવવું તો હરિયાળા - લીલા ખેતર જેવું,
તું તો સાવ જ પડતર જીવ્યો ! હત્ તેરી કી !!
જરુર પડી તો સામી છાતીએ લડવું'તું,
ડરતાં ડરતાં થર થર જીવ્યો ! હત્ તેરી કી !!
પથ્થર જેવું નક્કર જીવવું ખુબ જરુરી,
રેતી જેવું ખર્ ખર્ જીવ્યો ! હત્ તેરી કી !!
આત્મબળે જીવવા થી બીજું રુડું શું છે ?
ના તુ બિલકુલ પગભર જીવ્યો ! હત્ તેરી કી !!
તું જ નથી બસ, તારા જેવા કંઇક બીજા છે,
"આનંદ" એવું અક્સર જીવ્યો ! હત્ તેરી કી !!
- અશોક જાની -"આનંદ" - આસોપાલવ
My New Home
15 years ago
3 comments:
વાહ. સરસ મજાની ગઝલ.વાંચવાની મજા આવી.
www.heenaparekh.wordpress.com
આપમેળેતો જીવે છે સહુ અહીં
કોણ જીવે છે આત્મબળે અહીં?
તો જીવવું છે લ્યો જીવી લઉં.
ધત્ત તેરીકી હો કે હત્ત તેરીકી.
જીવવું તો હરિયાળા - લીલા ખેતર જેવું,
તું તો સાવ જ પડતર જીવ્યો ! હત્ તેરી કી !!
superb..sache ghana loko aavu j jivta hoy che
Post a Comment