કોઇ ની વેદના થઇ ને આંસુ બની વહી જાશું
રહી ને મુક પણ બે દિલ ની વાતો બની જાશું
મળે છે આમ તો સરીતા સહુ વહી ને સમંદર માં
બને કોઇ સ્નેહ ની સરીતા અમે સાગર બની જાશું,
ભલે અટવાયો જે રણ માં બચાવી ના શકું એને
જગાવવા આશ થોડીવાર તો મ્રુગજળ બની જાશું
બની ને મેહ ના વરસું છીપાવવા પ્યાસ ને જગ ની,
ચાતક જે બુંદ ને તરસે, શકે તો બુંદ થઇ જાશું
ગરીબી ના ભલે ઢાંકી શકું પહેરણ બની ને કોં —
પરંતુ મોત એનુ ઢાકવા ને “કફન” બની જાશું
—મનુ સુથાર
No comments:
Post a Comment