એક્લવાયી એક એક પળ મને યુગયુગ જેવી લાગે,
પુસ્પસમી સુંવાળી યાદો કંટક બની ને વાગેવહેતો
વાયુ સંગ નિજ ની સ્મરણો ઢસળી લાવે,
અટકચાળી એ વાતો મને એકાંતે ગુંગળાવે
યાદો માં કોની આ આખલડી, સારીસારી રાતો જાગે
પુસ્પસમી સુંવાળી યાદો કંટક બની ને વાગે
વહેતી સરીતા સન્મુખ બેસી સ્તંબીત હું થાઇ જાતો,
કદીક વહેતી નાવલડી સમ સ્મ્રુતિ સંગ વહી જાતો
ફાટયા સઢ ની નૌકા મારી, મઝધારે અટવાયે
પુસ્પસમી સુંવાળી યાદો કંટક બની ને વાગે
ટમટમતા તારલિયા મુજ ની જાન ની વાતો કહેતો
સંતાકુકડી રમતા રમતા એક સંદેશો કહેતો,
ગયું ખોવઇ શોઘવા એને વ્યથ શું પાછળ ભાગે ?
પુસ્પસમી સુંવાળી યાદો કંટક બની ને વાગે
-મનુ સુથાર
No comments:
Post a Comment