Sunday, November 09, 2008

છેવટે પત્ર લખું છું તને,

છેવટે પત્ર લખું છું તને,
મારે તને એ જ લખવું છે ,
કે મને પત્ર લખ જલ્દી લખ પ્રીયે …..

તારા ફળીયા નો જુઇ મંડપ હવે કેવો છે ?
એવો ને એવો ઘાટો અને સુંગંધી ?

જુઇ મંડપ ની નિચે પહેલી વાર તારો હાથ પસવાયૉ હતો,
એ જુઇ નો સ્પશૅ લખજે મને ,

તરણેતર નો મેળો યાદ છે તને ‘ ?
તને સ્તંભ ની પાછળ ખેંચી જઇ
મે કરેલું ચુંબન પરાણે, એ ચુંબન નો કંપ લખજે !

હજુ એ તારા પ્રલંબ -સઘન કેશ રાશી ને સવારતી તું,
ગુંચ માં ફસાયેલી કાંસકી નો રીસ થી ઘા કરી દે છે ?

તુ પત્ર કેમ નથી લખતી તેના કારણો જાણું છું
તને તારા કેશ કનડતા હોઇ છે ,
ઝાંઝરી ની ખોવાયેલી ઘુઘરી શોધતી હોઇ છે તું

જુઇ મંડપ માં ઉઘડેલા ફુલો, ગણવા ના હોઇ છે તારે,
અથવા
તું હોઇ છે મારા સ્મરણો માં લીન,
એય, તું પ્રિયતમ એવા સંબોધન થી પત્ર પુરો થાય
એ પહેલા વિચારો માં ખોવઇ ન જતી …

તું મારા લકવા ગ્રસ્ત હાથ નો શણગાર,
મારા ઠંડા પડતા જતા હાથ ની ઉષ્મા તું,
ઘડી બે ઘડી પ્રત્પંચા ની જેમ ખેંચઇ ને શિથિલ થાય છે શરીર
લક્ષવેધિ તીર પેઠે, ઘડિક મન તો ઘડિક જિવ, છુટયા કરે છે,

ભિંતે ટીંગાડેલી તારી પીળી પડતી જત છબી તરફ …..
છબી માં મલકાતાં તારા નીશ્ચ્ચલ સ્મિત તરફ ખરુ કહું છું

તારા વીના દેહ જાળવવા નો મારો આ

અપરાધ બહુ લાંબો નહિ ચાલે …



-રમેશ પારેખ

No comments: