Sunday, November 09, 2008

તો અમે આવી એ



આપી આપી ને તમે પીછુ આપો

સજન ! પાંખો આપો તો અમે આવી એ

ચાંદો નિચોવી અમે વાટકા ભર્યા

ને એને મોગરા ની કળી એ હલાવ્યા,


આટલા ઉઝરડા ને શમણુ ઓઠાડી

અમે ઉંબરા ની કોર લગી લાવ્યા,
આપી આપી ને તમે ટેકો આપો

સજન નાતો આપો તો અમે આવી એ……
કાગળ માં કાળઝાળ રેતી વિંઝાય

અને લેખણ માં બેઠી છે લુ ,
આંગળીયુ ઓગળી ને અટકળ થઇ જાય

અમે લખી એ તો લખી એ પણ શું ?
આપી આપી ને તમે આંશુ આપો

સજન ! આંખો આપો તો અમે આવી એ……


–વિનોદ જોષી

No comments: