Sunday, November 09, 2008

ચમત્કાર !

જરા મારા હાથ માં જો પીછીં ને રંગ ની કટોરી ઓ આવે
તો હું શું કરું ?

બાગ માં તું ફુલો ને ચુંટતી ને કોઇ ગીત ગણગણતી હો - એમ ચીતરું …

તને કોઇ ભમરો હેરાન કરે, અને
તારી આંખો માં આવ્યા હો પાણી ,
હું તને છોડાવવા આવતો જ હોઉ
ત્યારે ઘોડે બેસી ને, મારી રાણી !

ખુલી તલવારે હું લાલચોળ આંખો કરી
ઘોડે થિ ઝબ્બ નીચે ઉતરું
આપણે તો સાવ એક મેક થી અજાણ્યા ,
પણ સાહસ કરું હું તારી સામે,
ભમરા ને ભુલી તું મને રહે તાકી
હું તાકી તને તગતગતી આંખે

ભમરા ને ભુલી તને અડકું ત્યાં જાદુ —-

તું બની જાય લોખંડી પાજંરુ …



–રમેશ પારેખ

No comments: