મુજ ને જરુર યાદ કરતી હશે તું…!
કદીક એ વિચારું કે શું કરતી હશે તું ?
કદીક એ વિચારું કે શું કરતી હશે તું ?
સપના થી લદાયેલ બોઝીલ પલકો ને,
ખોલી ને અંગડાઇ લેતી હશે તું,
ઉઠી ને મુજ તસ્વીર સન્મુખ જોતા-
હસી ને “GOOD MORNING” કહેતી હશે તું
કરી “ON” સ્વિચ રેડીયા ની પછી થી,
મધુરી ધુનો ને સુણતી હશે તું,
સુંવાળા હસ્તો થી કરી કેશ છુટા
અને તે મહી તેલ ભરતી હશે તું,
સામે મુકેલા અરીસા માં જોતા-
સુંદર તવ મુખડા ને જોતી હશે તું
અને ખુદબખુદ પ્રેમ ઉભરાઇ જતા
આયના માં તુજ ને ચુમતી હશે તું ,
અચાનક સુણી દરવાજા પર દસ્તક ,
“આવ્યો હું” એ ખ્યાલ કરતી હશે તું,
અને દ્વાર ઉઘડતા મને ત્યાં ન જોતા,
ઉદાસી ને આંખો માં ભરતી હશે તું,-
તો કદીક ઘુંટણો પર હાથ ને ટેકતી ,
ખુલી આંખો થી સ્વપન જોતી હશે તું ,
અને મારી વાતો ને યાદો માં લાવી,
હસતી હશે તું, ને રોતી હશે તું -
હશે થાતું કે લાવ “LETTER” લખી દઉં,
“લખુ શું”- એ વિચારો માં પડતી હશે તું,
અને મુંઝવણ તો માર્ગ ન મળતા,
લખવા માં આળસ કરતી હશે તું-
આ તો થઇ કવિ એ કરી કલ્પના કે,
કદાચીત ક્યારેક આમ કરતી હશે તું,
હશે થોડું જુઠું - છતાં એ છે સાચું,
કે મુજ ને જરુર યાદ કરતી હશે તું…
-મનુ સુથાર