Monday, November 17, 2008

તને કેવી ગમે છોકરી ?

કહે ને ઓ! કવિ
તને કેવી ગમે છોકરી ?

અરે! ભલા શું તમેય,
છોકરી નું ક્યાં કહો છો ?

બેઠો છું, બેકાર હજી, નથી મળી નોકરી,
એને જોશે ખાવું, પીવું, ઓઢવું ને પહેરવું,
છોકરી ને લાવી પછી વગાડું શું ટોકરી ?
એ તો જાણે ખરું,

પણ આપણે તો માનો ને મળી ગઇ છે નોકરી,
તો તને પસંદ પડે કહે કેવી છોકરી ?
ગમે છે શું ?

-Unknown


-

Sunday, November 16, 2008

આંખો માં કવિતા


તિલોતમા, રમા, જયોત્સના, નિહારીકા કે ગમે છે-


ગંગા, કાશી, ગોદાવરી, સવિતા ?



ના,ના,ના,ના,એમ નહી,


એમાં હું ન જાણું કાંઇ,


હું તો જાણું એટલું કે,



એ બધી ને લાવી ને ઉભી રાખો મારી સામે અહી,


નથી જોઇતી જયોતી, રમા, જયોત્સના કે તિલોતમા,


ગમે નહી ગંગા, કાશી, ગોદાવરી, સવિતા,


હું તો એને ઓળખી લઉં, ફકત એની આંખો થી,


કે રાત-દિન રમે જેની કીકી ઓ માં, કવિતા.

આંખો માં કવિતા


તિલોતમા, રમા, જયોત્સના, નિહારીકા કે ગમે છે-

ગંગા, કાશી, ગોદાવરી, સવિતા ?


ના,ના,ના,ના,એમ નહી,

એમાં હું ન જાણું કાંઇ,

હું તો જાણું એટલું કે,


એ બધી ને લાવી ને ઉભી રાખો મારી સામે અહી,

નથી જોઇતી જયોતી, રમા, જયોત્સના કે તિલોતમા,

ગમે નહી ગંગા, કાશી, ગોદાવરી, સવિતા,

હું તો એને ઓળખી લઉં, ફકત એની આંખો થી,

કે રાત-દિન રમે જેની કીકી ઓ માં, કવિતા.

Saturday, November 15, 2008

આજે માણો શેરો-શાયરી

1. ભારતીય સાડી ને બદલે આજે મેકસી દેખાય છે,

તેથી જ આજે બધી દુનીયા સેકસી દેખાય છે,

અનુસરે છે કોઇ યુવાન યુવતી ને વ્રુધ્ધા

ખટારા પાછળ કોઇ ટેક્ષી દેખાય છે .

2. મને એ શારજહાંને બાદશાહ નો મહેલ જોવા દે,

કોઇ ધનવાન મજનું એ કરેલો ખેલ જોવા દે,

હકીકત છે કે જેમાં પ્રેમ કંઇ વષો થી કેદ છે,

મને એ ખુબસુરત પથ્થરો ને જેલ જોવા દે.

3. સમંદર ના તરંગો ચાંદની માં લીન લાગે છે,

પવન ને લહેર પણ ઝણકી ઉઠેલી બીન લાગે છે,

એ કુદરત હો કે માનવ એક સરખા છે અનુભવ

જવાની હોય ત્યારે બધું રંગીન લાગે છે..


4. હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું ,

રડી નથી શકતો એનું મને દુઃખ છે, દુખી છું હું,

દબાવી ને બેઠો છું જીવન ના કારમ ઘા

ગમે ત્યારે ફાટી જાંઉ એ જવાળામુખી છું હું,

Thursday, November 13, 2008

રાહી ની અદભુત રચના


1. તમે બનશો કમળ જો તો અમે કાદવ બની જાશું,

તમારા સંગ થી ન્યારા અમે માનવ બની જાશું,

સદા રહીશું તમારી સાથ પડછાયા ની જેમ અમે,

તમારા અંગ પર વીંટળાઇ ને પાલવ બની જાશું.

2. પ્રેમ માં રાખવી પડે છે, પરસ્પર ની આબરુ

આવો, એકવાર તો રહી જાય મારા ઘર ની આબરુ,

સવૅ આવી ગયા છે કિન્તુ કમી છે બસ આપની

સાચવી લેજો ભલા થઇ ને આ અવસર ની આબરુ .


3. ભગવાન ! આ કોણ આવ્યું છે,
કે તારી જગા એ જીભ ઉપર
હવે એનું નામ આવ્યું છે.-અમ્રુત પ્રિતમ

મારી વ્યથા


મારી વ્યથા તો ફુલ માં પુરાયેલો ભ્રમર

તારી વ્યથા તો ફુલ ઉઘડવા ની વાત છે,


મારા સમય ને રાત-દિવસ ઠિક છે બધુ

તારો સમય તો સુયૅ નીકળવા ની વાત છે.


મારું જીવન તો આખરી સપ્તાહ માસ નું ,

તારું જીવન તો ચેક માં લખવાની વાત છે…..!!


-Unknown

મારી ખુશી લઇ લો


તમારું દર્દ મુજ ને દો અને મારી ખુશી લઇ લો

ખુશી તો શું અગર ચાહો તો આખી જીંદગી લઇ લો


તમે નારાજ થાઓ એ મને ગમતું નથી સહેજે

ભલે કાંટા હું રાખી લઇશ તમે કુસુમકળી લઇ લો -


તમારા રુપ નો તમને જવાબ એ માં મળી જશે,

જરા પાસ આવો ને મારા નયન ની આરસી લઇ લો-


વિરહ ની વેદના શું છે એ સમજાશે તમો ને પણ

સ્મરણ મારું કરી ને હાથ માં મારી છબી લઇ લો-


–રાહી

પ્રેમ ના ધંધા માં–રાહી


દિલ પર એક સુંદર ચોટ ખાવ

પાગલ બની ને લોટ ખાવ

ધંધા માં પ્રેમ ના પ્રથમ

જાણી બુઝી ને ખોટ ખાવ ….!
–રાહી

આજે માણો શેરો-શાયરી

૧. દીલ તમો ને આપતા આપી દીધું
પામતા પાછું અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું
પણ ચો તરફ થી કેટલું કાપી લીધું

૨. અચાનક દરવાજો ખખડતા
મન બોલયું- એ જ ના હોય,
પણ ધડકન થંભિ, દિલ બોલયું
આટલી અડધી રાત્રે એ ક્યાં થી હોય.

૩. એક વાર મળીયા છે આપણે,
ન જાણે હજુ કેટલી વાર મળીશું આપણે,
પણ દરેક વખતે એમ લાગશે કે,
પ્રથમ વાર મળ્યા છે, આપણે….

૪. તમે ચાલ્યા ગયા સુશોભન માટે,
હું તડપતો રહ્યો ઝલક માટે,
છે જીવન માં બસ એક જ તમન્ન્ના મને
મળે પાલવ તમારો કફન માટે ..

૫. રાત્રે સુતો તો હું દાઢી કરી
જોયું સવારે તો ઉગી હતી ફરી,
અંદર થી કોઇ કહેતું હતું
“એક રાત માં બેઠો તું કેટલા પાપ આચરી”
-unknown

મુજ ને જરુર યાદ કરતી હશે તું…!

મુજ ને જરુર યાદ કરતી હશે તું…!
કદીક એ વિચારું કે શું કરતી હશે તું ?

કદીક એ વિચારું કે શું કરતી હશે તું ?

સપના થી લદાયેલ બોઝીલ પલકો ને,

ખોલી ને અંગડાઇ લેતી હશે તું,

ઉઠી ને મુજ તસ્વીર સન્મુખ જોતા-

હસી ને “GOOD MORNING” કહેતી હશે તું

કરી “ON” સ્વિચ રેડીયા ની પછી થી,

મધુરી ધુનો ને સુણતી હશે તું,

સુંવાળા હસ્તો થી કરી કેશ છુટા

અને તે મહી તેલ ભરતી હશે તું,


સામે મુકેલા અરીસા માં જોતા-

સુંદર તવ મુખડા ને જોતી હશે તું

અને ખુદબખુદ પ્રેમ ઉભરાઇ જતા

આયના માં તુજ ને ચુમતી હશે તું ,


અચાનક સુણી દરવાજા પર દસ્તક ,

“આવ્યો હું” એ ખ્યાલ કરતી હશે તું,

અને દ્વાર ઉઘડતા મને ત્યાં ન જોતા,

ઉદાસી ને આંખો માં ભરતી હશે તું,-


તો કદીક ઘુંટણો પર હાથ ને ટેકતી ,

ખુલી આંખો થી સ્વપન જોતી હશે તું ,

અને મારી વાતો ને યાદો માં લાવી,

હસતી હશે તું, ને રોતી હશે તું -

હશે થાતું કે લાવ “LETTER” લખી દઉં,

“લખુ શું”- એ વિચારો માં પડતી હશે તું,

અને મુંઝવણ તો માર્ગ ન મળતા,

લખવા માં આળસ કરતી હશે તું-

આ તો થઇ કવિ એ કરી કલ્પના કે,

કદાચીત ક્યારેક આમ કરતી હશે તું,

હશે થોડું જુઠું - છતાં એ છે સાચું,

કે મુજ ને જરુર યાદ કરતી હશે તું…

-મનુ સુથાર

Sunday, November 09, 2008

માંગુ છુ



તમ પાસે “તમે મારા છો ” એ અહેસાસ માંગુ છુ –

મીલાવે તાલ મારા સ્વાસ થિ એ સ્વાસ માંગુ છુ –
નથિ ડરતો, કરે બદનામ આ દુનિયા મને, તો શુ ?

હુ તો ફકત મારા દિલબર નો વિસ્વાસ માંગુ છુ –
ખુશી ની ક્યા પડી છે આપણે, લઈ લો આપી દવ

પરન્તુ બે ઘડી એ તમને ના ઉદાસ માંગુ છુ –
રહો ને દુર ભલે દિન મા દીશા ઓ ની સીમા થી પણ

(છતા)સ્વપન મા તો હરપળે સહવાસ માંગુ છુ –ગ્રહયો છે

હાથ જે, માગો દુવા કે ના છુટે એ સાથ

ના જનમ આ; જનમો નો સંગાથ માંગુ છુ –

-Unknown

“એક જ્યોતીષી ની કહેલી વાત છે ,


“એક જ્યોતીષી ની કહેલી વાત છે ,

કે પાણી ની મને ઘાત છે,
ને એટલે તો સપના માં દેખાય દરીયા સાત છે,

નદી ઓ ના ઘોડાપુર થી મન મારુ ભયભીત છે,

છલકતા સરોવર મુજ ને શાપીત છે, ………
અને તો પણ …..

ના ડુબીયો સાગર મહિ

ના ડુબીયો સરોવર મહિ

કે ના ડુબીયો સરીતા ના નિર મહિ,
એક તારા આંશુ ના ટીપે હું ડુબી ગયો !

“એક જ્યોતીષી ની કહેલી વાત છે ,

કે પાણી ની મને ઘાત છે,

–ચંદ્રકાન્ત્ રામી

તો અમે આવી એ



આપી આપી ને તમે પીછુ આપો

સજન ! પાંખો આપો તો અમે આવી એ

ચાંદો નિચોવી અમે વાટકા ભર્યા

ને એને મોગરા ની કળી એ હલાવ્યા,


આટલા ઉઝરડા ને શમણુ ઓઠાડી

અમે ઉંબરા ની કોર લગી લાવ્યા,
આપી આપી ને તમે ટેકો આપો

સજન નાતો આપો તો અમે આવી એ……
કાગળ માં કાળઝાળ રેતી વિંઝાય

અને લેખણ માં બેઠી છે લુ ,
આંગળીયુ ઓગળી ને અટકળ થઇ જાય

અમે લખી એ તો લખી એ પણ શું ?
આપી આપી ને તમે આંશુ આપો

સજન ! આંખો આપો તો અમે આવી એ……


–વિનોદ જોષી

કદી યાદ આવે છે



કદી યાદ આવે છે તને મારી વાતો

વીતાવીશ ન રોઇ સુંવાળી એ રાતો … કદી…
હતી આંખો મીંચી દીઠું, તુ એ સ્વપન,

તૃષાના છીપાવે એ મૃગજળ નુ ઝરણુ ,

હ્તો બે ઘડી નો જ સંગાથ આ તો… વીતાવીશ ન રોઈ

છે જાલીમ આ દુનિયા ને આ દુનિયાદારી

બગલ માં છરી ને કરે વાતો પ્યારી,

બદનામ થયો છું જગ માં ગવાતો… વીતાવીશ ન રોઈ

જાણુ છું કઠણ છે પરસ્પર વિસરવું —

હા કિન્તું ! સરળ ના પરસ્પર ને મળવું ,

તારા હસ્તો ચુંમવા ને મજબુર છે આ હાથો …વીતાવીશ ન રોઈ

—મનુ સુથાર

બની જાશું



કોઇ ની વેદના થઇ ને આંસુ બની વહી જાશું

રહી ને મુક પણ બે દિલ ની વાતો બની જાશું

મળે છે આમ તો સરીતા સહુ વહી ને સમંદર માં

બને કોઇ સ્નેહ ની સરીતા અમે સાગર બની જાશું,

ભલે અટવાયો જે રણ માં બચાવી ના શકું એને

જગાવવા આશ થોડીવાર તો મ્રુગજળ બની જાશું

બની ને મેહ ના વરસું છીપાવવા પ્યાસ ને જગ ની,

ચાતક જે બુંદ ને તરસે, શકે તો બુંદ થઇ જાશું
ગરીબી ના ભલે ઢાંકી શકું પહેરણ બની ને કોં —

પરંતુ મોત એનુ ઢાકવા ને “કફન” બની જાશું

—મનુ સુથાર

ચમત્કાર !

જરા મારા હાથ માં જો પીછીં ને રંગ ની કટોરી ઓ આવે
તો હું શું કરું ?

બાગ માં તું ફુલો ને ચુંટતી ને કોઇ ગીત ગણગણતી હો - એમ ચીતરું …

તને કોઇ ભમરો હેરાન કરે, અને
તારી આંખો માં આવ્યા હો પાણી ,
હું તને છોડાવવા આવતો જ હોઉ
ત્યારે ઘોડે બેસી ને, મારી રાણી !

ખુલી તલવારે હું લાલચોળ આંખો કરી
ઘોડે થિ ઝબ્બ નીચે ઉતરું
આપણે તો સાવ એક મેક થી અજાણ્યા ,
પણ સાહસ કરું હું તારી સામે,
ભમરા ને ભુલી તું મને રહે તાકી
હું તાકી તને તગતગતી આંખે

ભમરા ને ભુલી તને અડકું ત્યાં જાદુ —-

તું બની જાય લોખંડી પાજંરુ …



–રમેશ પારેખ

છેવટે પત્ર લખું છું તને,

છેવટે પત્ર લખું છું તને,
મારે તને એ જ લખવું છે ,
કે મને પત્ર લખ જલ્દી લખ પ્રીયે …..

તારા ફળીયા નો જુઇ મંડપ હવે કેવો છે ?
એવો ને એવો ઘાટો અને સુંગંધી ?

જુઇ મંડપ ની નિચે પહેલી વાર તારો હાથ પસવાયૉ હતો,
એ જુઇ નો સ્પશૅ લખજે મને ,

તરણેતર નો મેળો યાદ છે તને ‘ ?
તને સ્તંભ ની પાછળ ખેંચી જઇ
મે કરેલું ચુંબન પરાણે, એ ચુંબન નો કંપ લખજે !

હજુ એ તારા પ્રલંબ -સઘન કેશ રાશી ને સવારતી તું,
ગુંચ માં ફસાયેલી કાંસકી નો રીસ થી ઘા કરી દે છે ?

તુ પત્ર કેમ નથી લખતી તેના કારણો જાણું છું
તને તારા કેશ કનડતા હોઇ છે ,
ઝાંઝરી ની ખોવાયેલી ઘુઘરી શોધતી હોઇ છે તું

જુઇ મંડપ માં ઉઘડેલા ફુલો, ગણવા ના હોઇ છે તારે,
અથવા
તું હોઇ છે મારા સ્મરણો માં લીન,
એય, તું પ્રિયતમ એવા સંબોધન થી પત્ર પુરો થાય
એ પહેલા વિચારો માં ખોવઇ ન જતી …

તું મારા લકવા ગ્રસ્ત હાથ નો શણગાર,
મારા ઠંડા પડતા જતા હાથ ની ઉષ્મા તું,
ઘડી બે ઘડી પ્રત્પંચા ની જેમ ખેંચઇ ને શિથિલ થાય છે શરીર
લક્ષવેધિ તીર પેઠે, ઘડિક મન તો ઘડિક જિવ, છુટયા કરે છે,

ભિંતે ટીંગાડેલી તારી પીળી પડતી જત છબી તરફ …..
છબી માં મલકાતાં તારા નીશ્ચ્ચલ સ્મિત તરફ ખરુ કહું છું

તારા વીના દેહ જાળવવા નો મારો આ

અપરાધ બહુ લાંબો નહિ ચાલે …



-રમેશ પારેખ

મીટ માંડી ને ક્યાર નો બેઠો છુ ,


મીટ માંડી ને ક્યાર નો બેઠો છુ ,
પણ તારી નજર તો આમ નથી –

તુજ લાખો દીવાના ની યાદી માં શું ,
આ એક દીવાના નું નામ નથી –

કેમેય કાપી કપાતી નથી
આ તારા વિયોગ ની ઘડી ઓ

ધીરજ પણ ખુટતી જાય છે,
દીલ માં હવે તો હામ નથી –

છે સંભારવા ની ફરજ મારી
ને સંભારવા ની ફરજ તારી

અગર જો એ મારું કામ છે
તો કહે શું આ તારું કામ નથી –

આંસું ઓ વ્યથા ને બદનામી છે
પ્રેમ ના સાચા આભુષણ

શું તારા તરફ થી અમને આ
મળેલું અનોખુ ઇનામ નથી –

સાકી જો તરસ્યો જઇશ
તો આ તારા સુરાલય ની લાજ જશે

જયાં લાખો સુરાહી છલકે છે
ને મારે માટે એક જામ નથી –

યા કહી દો કે ભમવું ક્યાં સુધિ
મારે તમારા મિલન કાજે

યા કહી દો કે તારા લલાટ માં
જરા પણ લખ્યો આરામ નથી –



–રાહી

નથી કોઇ બીજું અમારી નજર માં

નથી કોઇ બીજું અમારી નજર માં
તમારા થી અમારી આંખો લડી છે -

રટણ છે તમારુ દીલ માં હરદમ
પરંતુ તમને કયા અમારી પડી છે -

તમારા વીચારો તમારી જ યાદી
તમારી તમન્ના તમારી જ લગની,

જીવન ની એ ગમગીન રાતો ને મે તો
તમારા સુખદ સોણલા થી મઢી છે -

ન ભુલાશે મુર્તી વસી ને નજર માં
સ્મ્રુતી આપની તાજી રહેશે જીગર માં

હ્રુદય કેરી ઉર્મી ના રંગો થી ચીતરી
તમારી છબી મેં નયન માં જડી છે -

ભલે દુર રહો તમે મરજી તમારી
પરંતુ સમય ને લેજો વિચારી

મિલન ની તમન્ન્ના છે એક તરફ
ને બીજી બાજુ જીવન ની અંતીમ ઘડી છે -

પવિત્ર મહોબ્બત અમારી તમારી
ઓ “રાહી“, જમાના ની આંખે ચથી છે.

એટલે તો આપણા સંબધો ની વચ માં
દુનિયા ની આ દંભિ દિવાલો ખડી છે .



–રાહી

પુસ્પસમી સુંવાળી યાદો


એક્લવાયી એક એક પળ મને યુગયુગ જેવી લાગે,

પુસ્પસમી સુંવાળી યાદો કંટક બની ને વાગેવહેતો

વાયુ સંગ નિજ ની સ્મરણો ઢસળી લાવે,

અટકચાળી એ વાતો મને એકાંતે ગુંગળાવે

યાદો માં કોની આ આખલડી, સારીસારી રાતો જાગે

પુસ્પસમી સુંવાળી યાદો કંટક બની ને વાગે

વહેતી સરીતા સન્મુખ બેસી સ્તંબીત હું થાઇ જાતો,

કદીક વહેતી નાવલડી સમ સ્મ્રુતિ સંગ વહી જાતો

ફાટયા સઢ ની નૌકા મારી, મઝધારે અટવાયે

પુસ્પસમી સુંવાળી યાદો કંટક બની ને વાગે

ટમટમતા તારલિયા મુજ ની જાન ની વાતો કહેતો

સંતાકુકડી રમતા રમતા એક સંદેશો કહેતો,

ગયું ખોવઇ શોઘવા એને વ્યથ શું પાછળ ભાગે ?

પુસ્પસમી સુંવાળી યાદો કંટક બની ને વાગે

-મનુ સુથાર

હસતો રહયો છું

આમ જ ઉજડતો ને વસતો રહયો છું–
ભરી ગમ ને દીલ માં હું હસતો રહયો છું,

એ બોજ હું ઉપાડી શકું નહિ ખબર છે
ધરી હેયે હામ કમર કસતો રહયો છું

છે વાદળ થઈ ઊડવા ની ઉર માં તમન્ન્ના
તેથી તો બની નીર બળતો રહયો છું

મળે ચાહે કંટક યા પુશ્પો એ રાહ માં-
વિચારયા વિના આગળ ધપતો રહયો છું

અમી પ્રેરણા નું મળે ના મળે તો યે -
સદાયે કવિતા હું કરતો રહયો છું …

આમ જ ઉજડતો ને વસતો રહયો છું–


-Unknown